ટ્રમ્પ દ્વારા 19 જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં કેપિટલ વન એરેના ખાતે ‘વિજય રેલી’નું આયોજન

ટ્રમ્પ દ્વારા 19 જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં કેપિટલ વન એરેના ખાતે ‘વિજય રેલી’નું આયોજન

ટ્રમ્પ દ્વારા 19 જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં કેપિટલ વન એરેના ખાતે ‘વિજય રેલી’નું આયોજન

Blog Article

અમેરિકામાં ફરીથી પ્રેસિડેન્ટ પદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં સત્તા સંભાળશે. આ અગાઉ તેમણે 19 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ વન અરેના ખાતે એક વિજય સભાનું આયોજન કર્યું છે. આ માટે તેમના સમર્થકોને ટ્રમ્પની વેબસાઇટ પર ટિકિટ રીઝર્વેશન લિંક મોકલવામાં આવી છે. અહીં ટ્રમ્પ સભાને સંબોધન કરશે. આ સભા ટ્રમ્પના રાજકીય જીવનમાં આશ્ચર્યજનક વળાંકની એવી ઘટના છે જે 2021માં યુએસ કેપિટોલમાં બળવા પછી એક રાજકીય બહિષ્કૃત વ્યક્તિ તરીકે પદ છોડ્યા પછી બની રહી છે. આ સભામાં તેમના 20,000 જેટલા સમર્થકો ઉપસ્થિત રહેશે. આ પ્રકારની સભાઓ આવનારા પ્રેસિડેન્ટ્સ માટે પણ દુર્લભ હશે, જેઓ સામાન્ય રીતે તેમના શપથગ્રહણ, પ્રથમ સંબોધન અને પરેડના આગલા દિવસે સામાન્ય પ્રવૃત્તિમય હોય છે. જોકે, ટ્રમ્પ અગાઉ એક રીઆલિટી ટેલિવિઝન સ્ટાર તરીકે જાણીતા બની ગયા હતા. તેઓ તેમના ચાહકોમાં મોટા ઉત્સવો-આયોજન કરવા માટે જાણીતા છે.

Report this page